Main Menu

અનોખા યુદ્ધ ની તૈયારી : સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ખેલાશે ઈંગોરિયા યુદ્ધ

અમરેલી જીલ્લાનું સાવરકુંડલા શહેર દુનિયાનું એકમાત્ર શહેર એવું છે જ્યાં દિવાળીની અનોખી રીતે ઉજવણી થયા છે.. અહી લોકો ફટાકડા નથી ફોડતા.. પરંતુ અહીના લોકો એક અનોખા પ્રકારના ઈંગોરિયા યુદ્ધ નો આનંદ મને છે.. સાવર અને કુંડલાના યુવાનો દિવાળીની રાતે જાણે એક મેકના દુશ્‍મન બની સામે સામે ઈન્‍ગોરીયાના યુદ્ધમાં દુશ્‍મનો બની એક બીજા પર ઈન્‍ગોરિયા લઈ તુટી પડે છે. જેની તૈયારી – નવરાત્રી બાદ જ યુવાનો જંગલમાંથી ઈન્‍ગોરીયાનું ફળ તોડી તેને સુકવી નાખે છે.જેમાં હોલ પાડી હર્બલ દારૂ એટલે કે કોલસો ગંધક રાખ જેવા નુકશાન રહિત પદાર્થો ભેળવી તેનો દારૂ બનાવી આ ઇન્‍ગોરીયા ના ફળમાં ભરે છે જેથી ઇન્‍ગોરીયું રોકેટ જેવું કામ આપે છે

ingoriya-yuddh-ni-taiyari-3આ ઇન્‍ગોરીયાની વિશેષતા એ છે કે ક્‍યારેય તે કોઈ નુકશાની નથી પહોચાડતું ત્‍યારે હાલ અહી ચિરાગભાઈ આચર્ય મહેબુબ કાદરી હિમાંશુ ભટ્ટ સહીતના યુવાનો ઇન્‍ગોરીયાનો હર્બલ દારૂ તૈયાર કરી ઇન્‍ગોરીયામાં કોકડામાં અત્‍યારથી જ ભરી ભરી રહ્યા છે ત્‍યારે સાવરકુંડલાના ઇન્‍ગોરીયાની લડાઈનો ઈતિહાસ વિષે ટુકમાં પરાગભાઈ ત્રિવેદી જણાવે છે , કે આ ઇન્‍ગોરીયાની લડાઈ રજવાડાના સમયથીરમાતી આવે છે અહી સાવરકુંડલાની વચો વચ નાવલી નદી આવેલી છે જે નદીના સામાં કાઠે સાવર અને આ તરફ કુંડલા આવેલું છે અહી હજુ ત્રણ દાયકાઓ પહેલાજ સાવર અને કુંડલા એમ બને તરફ થી યુવાનો સામા સામા ઇન્‍ગોરીયાના ઘા કરી યુદ્ધ ખેલતા અને સાવર જીતે તો સામું વર્ષ સોળ આણીનું મનાતું તેવી લોક વાયકા હતી પરંતુ સમયાન્‍તરે આ રમત હાલ દેવળા ગેઇટ તેમજ મણીભાઈ ચોકમાં રમાઈ રહી છે જેમાં ઇન્‍ગોરીયાની જગ્‍યાએ હાલ વતા ઓછુ સ્‍થાન કોકડીએ લીધેલ છે જેનું કારણ જંગલમાં બીડમાં હાલ ઇન્‍ગોરીયાના જાડ ઓછા હોવાનું પરાગભાઈ જણાવે છે ત્‍યારે દિવાળી પર આ લડાઈ લડવા છેક મુંબઈ, સુરત, અમદવાદથી વતન પ્રેમીઓ આવે છે સુરતના પરંતુ કુંડલાના વતની કેટલાક ઇન્‍ગોરીયાના શોખીનમિત્રો ભરતભાઈ બાલધા ભગીરથભાઈ પીઠવડી સહીતના વતનીઓ એ તો દિવાળીના દિવસની પ્‍લેનની ટીકીટ સ્‍પેશ્‍ય ઇન્‍ગોરીયાની લડાઈ માટે બુક કરાવી દિવાળીની આતુરતા પૂર્વક રાહ જુઈ રહ્યા છે તે ઇન્‍ગોરીયા હાલ બર્નલ પાયેલા તડકે સુકવતા સાવરકુંડલાના યુવાનો કામ ધંધા મૂકીને પોતાના શોખ ખાતર લડાઈ માટેની તૈયારી અત્‍યાર થી જ કરતા હાલ સાવરકુંડલામાં હાલ જુવા મળી રહ્યા છે.

ingoriya-yuddh-ni-taiyari-2


Source: vikas kadam