Main Menu

અમરેલીજિલ્‍લામાં અનેક અમીર પરિવારો પાસે બીપીએલ કાર્ડ

અમરેલી, તા. રપ
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમાં વૃઘ્‍ધો, ગરીબો, વિકલાંગો અને વિધવા મહીલાઓના પ્રશ્‍નોને વાચા આપી સરકાર સુધી તેઓની માંગણી પહોંચાડેલ છે. સાંસદે લોકસભા ગૃહમાં કેન્‍દ્ર સરકાર ર્ેારા વૃઘ્‍ધો, વિકલાંગો અને વિધવા મહીલાઓને સુપેરે પેન્‍શનની સુવિધા મળી રહે તે માટે પ્રયત્‍નો કરવામાં આવી રહૃાા છે. પરંતુ આવા લોકોએ પેન્‍શન યોજનાનો લાભ લેવા માટે તેઓની પાસે બી.પી.એલ. કાર્ડ હોવું જરૂરી છે જો તેઓની પાસે બી.પી.એલ. કાર્ડ ન હોય તો તેઓને આ પેન્‍શન યોજનાથી વંચિત રહેવુ પડે છે.
સાંસદે રજૂઆત કરતા વધુમાં જણાવેલ હતુ કે, હાલ આવા વર્ગોના બી.પી.એલ. કાર્ડ માટેની કામગીરી કરવામાં આવી રહેલ નથી જેના લીધે ગરીબોને ખૂબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. હાલની પરિસ્‍થિતિમાં જે લોકો/પરિવાર બી.પી.એલ. માટે પાત્રતા નથી ધરાવતા તેઓ પાસે પણ બી.પી.એલ. કાર્ડ છે. પરંતુ ખરેખર જે લોકોને જરૂરીયાત છે તેવા લોકો પાસે બી.પી.એલ. કાર્ડ નથી. તેથી આવા ગરીબ લોકોના હીતાર્થે પંચાયત સ્‍તરે જલ્‍દી સર્વે કરાવી બી.પી.એલ. માટે નવી યાદી તૈયાર કરવામાં આવે જેથી વૃઘ્‍ધો,ગરીબો, વિકલાંગો અને વિધવા મહીલાઓને પેન્‍શનઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેમ અંતમાં જણાવેલ છે.


Source: Amreli News