Main Menu

અમરેલીથી સુરત સુધી હવાઈ સેવાનો વિધીવત પ્રારંભ થયો

અમરેલી, તા. 11
આજે દશેરાનાં પવિત્ર તહેવારનાં શુભ પ્રસંગે આઝાદીના 7 દાયકા બાદ સવારે 9 કલાકે સુરતથી અમરેલી ખાતે મુસાફર ભરેલ સર્વપ્રથમ વિમાન અમરેલી આવી પહોંચતા અમરેલી નગરપાલીકાના પ્રમુખ, ધારાસભ્‍ય તથા ભાજપના સાંસદ, જિલ્‍લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ વિમાનમાં આવેલા રાજય કૃષિમંત્રી વી.વી. વઘાશીયા સહિતનાં આગેવાનોનું ઢોલ- નગારા સાથે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે પ્રથમ મુસાફર ભરેલ પ્‍લેનને આવકારવા માટે શહેરભરમાંથી આગેવાનો અમરેલી એરોડ્રામ ખાતે આવી પહોંચ્‍યા હતા.
અમરેલી શહેરમાં આઝાદી પૂર્વેથી જ એરોડ્રામ બનાવવામાં આવેલ છે. આ એરોડ્રામમાં ચૂંટણી વખતે અને રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો અમરેલી આવે ત્‍યારે તેઓના ચાર્ટડ પ્‍લેન ઉતારવા માટે કામ આવતું હતું. અને બાકીના ખાલી દિવસોમાં લોકો આ એરોડ્રામમાં મોર્નિંગ વોકમાં ઉપયોગ લેતા હતા.
અમરેલી જિલ્‍લો ઉદ્યોગ વિહોણો જિલ્‍લો છે. અને આ જિલ્‍લામાં માત્ર હિરાઉદ્યોગ આવેલો હોય જેને લઈ અમરેલી જિલ્‍લાને સુરત સાથે ખુબ જ વ્‍યવહારીક સંબંધ છે. આ ઉપરાંત અમરેલી જિલ્‍લાનાં અનેક પરિવારો સુરત ખાતે વ્‍યવસાય કરે છે. જેને લઈ અમરેલી જિલ્‍લામાંથી દરરોજ ર00થી પણવધુ ખાનગી તથા એસ.ટી બસ અમરેલી વચ્‍ચે દોડી રહી છે. તો બીજી તરફ અમરેલી જિલ્‍લાકક્ષાનું મથક હોવા છતાં પણ બ્રોડગેજ રેલ્‍વે સેવા ન હોવાનાં કારણે લોકોને વાર-તહેવારોમાં કે કોઈ સારા-નરસા પ્રસંગે સુરતથી અમરેલી આવવું હોય તો ખુબ જ લાંબુ અંતર અને કિંમતી સમય બરબાદ થવા પામતો હતો. તેવા સમયે અમરેલી-સુરત-અમરેલી વિમાની સેવા શરૂ થતાં હવે લોકોને અમરેલી-સુરત માત્ર 30 મીનીટના સમયમાં પહોંચી શકાશે.
આજે સવારે 9-00 કલાકે સુરતથી પ્રથમ વખત મુસાફર ભરેલ વિમાન અમરેલી એરોડ્રામ ખાતે આવી પહોંચતાં અમરેલી નગરપાલીકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ વિમાનમાંથી મુસાફર તરીકે ઉતરતા રાજય કૃષિમંત્રી વી.વી. વઘાશીયા, ભાજપ અગ્રણી મયુરભાઈ હિરપરા સહિતના મુસાફરોનું ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું.
આ પ્રસંગે અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી, માજી સાંસદ વિરજી ઠુંમર, અમરેલી સાંસદ, જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ડો. કાનાબાર, કોંગી અગ્રણી શૈલેષભાઈ રૂપારેલ તથા જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


Source: Amreli News