Main Menu

અમરેલીમાં આવતીકાલે કોંગી કાર્યકરોનો મેળો જામશે

અમરેલી, તા. રપ
અમરેલીમાં સોમવારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થવાની હોય સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં કોંગી કાર્યકરો, આગેવાનો અને દાવેદારો ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાનમાં જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબારે જણાવેલ છે કે સોમવારે બપોરે 1:30 કલાક બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુકત થયેલ પાંચ નિરીક્ષકો તેમને સોંપવામાં આવેલ વિધાનસભા બેઠકનાં તાલુકા-જિલ્‍લા અને પાલિકાનાં ચૂંટાયેલ સદસ્‍યો, તાલુકાના પ્રમુખ સહિતનાં અપેક્ષિત આગેવાનને વ્‍યકિતગત સાંભળશે.
વધુમાં જણાવેલ છે કે જિલ્‍લા ભરમાંથી ઉપસ્‍થિત કાર્યકરોએ વ્‍યકિતગત નારેબાજી કરવાને બદલે માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષતરફી જ સૂત્રોચ્‍ચાર કરવાના રહેશે. ભભકોંગ્રેસ આવે છેભભ થીમ હેઠળ જબ્‍બરો ઉત્‍સાહ ઉભો થયો હોવાનું પણ અંતમાં જણાવેલ છે.


Source: Amreli News