Main Menu

અમરેલી જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બન્‍યા

અમરેલી, તા. રપ
અમરેલી જિલ્‍લાનું આરોગ્‍ય વિભાગ જ માંદગીનાં બિછાને પડયું હોય જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બનીને ખુલ્‍લેઆમ જનઆરોગ્‍ય કેન્‍દ્ર સાથે ચેડા કરી રહૃાા હોય રાજયનાં આરોગ્‍યમંત્રીએ ઉચ્‍ચકક્ષાની ટીમ તપાસાર્થે મોકલવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.
બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્‍તારમાં એક નહી બલ્‍કે બબ્‍બે ઉઘાડપગા તબીબો કે જેઓ માત્ર ધો. 10 કે ધો. 1ર સુધી ભણેલા છે તેવો ઘણા મહિનાઓથી જનઆરોગ્‍ય સાથે ચેડા કરી રહૃાા હોય આ અંગેની ફરિયાદ તાલુકા આરોગ્‍ય અધિકારીને નામજોગ કરવામાં આવી રહી છે. છતાં પણ આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોયમાટે આશ્ચર્ય ફેલાયું છે.
જિલ્‍લાનાં ખ્‍યાતનામ તબીબ જી.જે. ગજેરાએ પણ અનેક વખત આરોગ્‍ય અધિકારીને રજુઆત કરી છતાં પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી. આરોગ્‍ય મંત્રીએ તપાસનો આદેશ કરવો જોઈએ તેવી માંગ આરોગ્‍ય પ્રેમીઓમાંથી ઉભી થવા પામી છે.


Source: Amreli News