Main Menu

અમરેલી-સુરત વચ્‍ચે શરૂ થનાર હવાઈ સેવાની ર176 ઉપરાંતની ટિકિટનું બુકીંગ કરાયું

અમરેલી, તા.8
આઝાદીનાં 7 દાયકા બાદ પણ જિલ્‍લાનાં નેતાઓ અમરેલી જિલ્‍લાને હવાઈ સેવા તો દૂરની વાત કહેવાય બ્રોડગેજ રેલ્‍વે સેવા અપાવવામાં નિષ્‍ફળ રહયા હોય અમરેલી જિલ્‍લાના વતની અને સુરત ખાતે સ્‍થાયી થઈને બે પાંદડે થયેલ ઉદ્યોગપતિઓએ અમરેલીને હવાઈ સેવાઆપવાનો સંકલ્‍પ કર્યો છે.
આગામી મંગળવારથી અમરેલીથી સુરત વચ્‍ચે શરૂ થઈ રહેલ હવાઈ સેવાને સફળ બનાવવા માટે આજે ગોવિંદભાઈ ધોળકીયાની ઉપસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લાના વતનીઓની એક બેઠક સુરત ખાતે યોજાઈ હતી.
જેમાં વસંતભાઈ ગજેરાએ 100, ગોપાલભાઈ વસ્‍તરપરાએ પ0, પ્રતાપ દુધાતે 100, પ્રતાપભાઈ ભુરાએ પ0, વિપુલભાઈએ પ0, મનસુખભાઈ ગળકોટડીએ પ0, સુરેશભાઈ કોટડીયાએ પ0, રવજીભાઈ દુધાળાએ પ0, મનજીભાઈ ધોળકીયાએ પ0, ઘનશ્‍યામભાઈએ પ0, ચુનીભાઈ પીઠવડીએ પ0, રમેશભાઈ હાથીગઢે પ0 વિગેરેએ કુલ ર176 જેટલી ટિકિટ બુકીંગ માત્ર ર0 મિનિટમાં કરાવી છે. જેનો તેઓ એક વર્ષમાં ઉપયોગ કરી શકશે.
મંગળવારે સવારે અમરેલી ખાતે આવી રહેલ 9 સીટર ટચૂકડા પ્‍લેનનું ભવ્‍ય સ્‍વાગત કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય જિલ્‍લાની જનતાએ આ હવાઈ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો છે.


Source: Amreli News



(Next News) »