Main Menu

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન

સુરત, તા.૧૪, સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ભ્રષ્ટ તંત્રના પાપે સુરત શહેર જિલ્લાની શાળાઅોમાં શિક્ષણના નામે ભ્રષ્ટાચાર, શોષણ, લૂંટ અને માફિયાગીરી ચાલતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી અધિકાર મંચે ભ્રષ્ટાચારને છાવરતા જિલ્લા શિક્ષણાધિકારી સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આમ આદમી અધિકાર મંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાની શાળાઅોમાં ભરતી કૌભાંડ, ફીના નામે કરોડો રૂપિયાની લૂંટ, માન્યતા વગર ચાલતી સ્કૂલોને ડીઈઅો કચેરી છાવરી રહી છે. લાયકાત વગરના શિક્ષકોની ભરતી કરીને શાળાઅો શોષણ કરી રહી છે. ડીઈઅો કચેરીને કરાતી ફરિયાદોનું સમય મર્યાદામાં નિકાલ કરાતો નથી. જેથી આગામી દિવસોમાં આઈએસી મુવમેન્ટ તથા અન્ય સંગઠનો ડીઈઅો કચેરીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની વિરૂદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અખત્યાર કરશે.


Source: Surat News