Main Menu

ડિઝાઇનર બ્લાઉઝ

કપડાંમાં અવનવી ફેશનમાં સમયાંતરે બદલાવ થયા કરે છે. ફેશનના રંગ ગમે તેટલા બદલાય પણ ભારતીય પરિધાન સાડી સદાબહાર રહે છે. એક જ પ્રકારનાં વસ્ત્રો વર્ષો બાદ નવાં રૂપરંગ સાથે આવે ત્યારે એક લેટેસ્ટ ફેશન બની જાય છે. સાડી પહેરવાની સ્ટાઇલ જેવી રીતે સાડીને વધુ આકર્ષિત બનાવે છે તેવી જ રીતે બ્લાઉઝની ડિઝાઇન પણ સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.