Main Menu

ત્રંબોડામાં થયેલ ગેસ બ્‍લાસ્‍ટમાં વધુ ર વ્‍યકિતનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્‍યુઆંક પ થયો

અમરેલી, તા. રપ
બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે થોડા દિવસ પહેલા ગેસ સિલિન્‍ડર લીકેજ થવાના કારણે ગેસ સીલીન્‍ડર ફાટી જતાં અને આગ લાગી જતાં આ બનાવમાં કુલ 9 જેટલા લોકો ગંભીર રીતે દાજી જતાં તમામને પ્રથમ બાબરા, અમરેલી, રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેમાં આજે અમદાવાદ ખાતે સારવાર દરમીયાન સગા બાપ-દિકરા અરજણભાઈ ખીમાણભાઈ જાદવ (ઉ.વ.4પ) તથા નરેશભાઈ અરજણભાઈ જાદવ (ઉ.વ.ર0)નું મોત નિપજતાં આ ખોબા જેવડા ગામમાં ભારે અરેરાટી ફેલાય જવા પામી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે આ બનાવમાં અગાઉ પણ બે મહિલા સહિત કુલ 3નાં મોત થયા હતા ત્‍યારે આજે વધુ સગા બાપ-દિકરાનાં અમદાવાદ ખાતે સારવાર દરમીયાન મોત નિપજતા કુલ મૃત્‍યું આંક પ ઉપર પહોંચ્‍યો છે.


Source: Amreli News