Main Menu

નિરંકારી સમાગમનો શુભ સંદેશ માનવીયતા એક સમર્પિત સફર

સુરત, આજે સંસાર જાતિ, ધર્મ, ભાષા વગેરેના આધાર પર નફરતની દિવારો જ નથી ઉભી કરી પરંતુ મજબુત કરતા જઈ રહ્ના છે. જરૂરત છે પ્યારના પુલોના નિર્માણની જેથી માનવ માનવની નજીક આવી શકે, માનવથી માનવનું અંતર મટી જાય.
આ ઉદ્ગાર સદ્ગુરૂ માતા સવિન્દર હરદેવજી મહારાજે દિલ્હીમાં સંપન્ન થયેલ ૩ દિવસીય ૬૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ તેમજ દૂર દેશોથી આવેલા લાખો શ્રદ્ધાળુ ભક્તોને સંબોધિત કરતા કહ્નાં. સમાગમમાં સુરતના ઝોનલ ઈન્ચાર્જ અોકારસિંહજીના નેતૃત્વમાં લગભગ બે હજાર ભક્તોએ ભાગીદારી કરી અને નિરંકારી સદ્ગુરૂ માતા સવિન્દર હરદેવજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભક્ત સદ્ગુરૂથી માનવીયતાની શીખ લઈને દિલ્હીથી સુરત પાછા ફરી રહ્ના છે.સુરત ઝોનના ઝોનલ ઈન્ચાર્જ અોકારસિંહજીએ જણાવ્યું કે નિરંકારી મિશનના સંદેશને જન-જન સુધી
પહોચાડવા તેમજ માનવયીતાની ભાવનાઅોને ફેલાવામાં મિશનના પૂર્વ સદ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે જે મહાન યોગદાન આપ્યું તેને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સમાગમની મુખ્ય વિષય માનવીયતા એક-સમર્પિત સફર રાખવામાં આવ્યું હતું. નિરંકારી મિશનના સંસ્થાપક બાબા બુટાસિંહજી, બાબા અવતાર સિંહજી, તેમજ બાબા ગુરબચનસિંહજીના મહાન યોગદાનના ઉપરાંત ગયા ૩૬ વર્ષોથી બાબા હરદેવસિંહજીની છત્ર છાયામાં આ મિશન આગળ વધતુ ગયુ અને દુનિયાના ખુણે ખુણાઅોમાં છવાઈ ગયું.સદ્ગુરૂ માતાજીએ બાબા હરદેવસિંહજીની શિક્ષાઅોને સાર્વભૌમિક જણાવતા કહ્નાં કે તેમની શિક્ષાઅોને વ્યવહારિક રૂપ આપવાથી જીવન આદર્શ બની શકે છે. ઉલ્લેખનીય છે કે સદ્ગુરૂ માતા સવિન્દર હરદેવજી મહાજની અધ્યક્ષતામાં આ સંત સમાગમ પહેલીવાર આયોજિત થઈ રહ્ના છે.


Source: Surat News