Main Menu

બોર્ડર પર તનાવ, પાક.માં બ્લેક આઉટ, પંજાબમાંથી ૮ લાખ લોકોનું સ્થળાંતર

ગુરદાસપુર,તા.૧
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ પંજાબમાં ૧૯૭૧ના યુદ્ધ પછીની સૌથી ખરાબ Âસ્થતિ બની ગઈ છે. છ સરહદી જિલ્લામાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રÌšં છે. ૧૦૦૦થી  વધારે ગામોમાં કુલ ૮.૬૬ લાખ લોકોએ નવા ઠેકાણા શોધી લીધા છે. બીજી તરફ બોર્ડર પર બ્લેક આઉટ છે. પાકિસ્તાનમાં તમામ ગામોમાં રાતે વીજળી નહોતી. બોર્ડર પર ફેÂન્સંગના સમારકામનું કામ પણ અટકાવી દેવામાં આવ્યું છે. આવું ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં પંજાબની પાક સીમા પર આવેલા વિસ્તારોમાં થયેલા નુકસાનને જાતાં કરવામાં આવ્યું છે. રાહત કેમ્પો બનાવવામાં આવી રહ્યા છે. આ બાજુ  અમૃતસરમાં ગામલોકોએ સેનાની સાથે બંકરમાં રાત ગાળી હતી. પાકિસ્તાન આર્મીની ૫ બટાલિયન એલઓસી તરફ આગળ વધી રહી હોવાના સમાચાર છે. સૈનિકોની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. બોર્ડર પર બ્લેક આઉટ છે. પાકિસ્તાનમાં તમામ ગામોમાં રાતે વીજળી નહોતી. બોર્ડર પર ફેÂન્સંગના સમારકામનું કામ પણ અટકાવી દેવામાં આવ્યું છે. સીમાની બંને બાજુ તણાવ વધી રહ્યો છે. બંને તરફ ૧૦ કિમીના ક્ષેત્રમાં રહેતા લોકો પોતોનું ઘર છોડી રહ્યા છે. અમૃતસર જિલ્લાના ચક અલ્લાહ બખ્સ ગામના લોકોએ સેનાના બંકરમાં રાત ગાળી હતી. અત્યાર સુધી સરહર નજીક આવેલા પંજાબના એક હજાર ગામ ખાલી થઈ ચૂક્્યા છે.

Source: Bhavnagar News