Main Menu

મરાઠા આંદોલન સીએમના નિવેદનથી પક્ષ નેતા ખફા, દિલ્હીનું તેડું

મુંબઈ/ન્યુ દિલ્હી,તા.૧

રાજ્યમાં દરેક જિલ્લામાં મરાઠા ક્રાંતી મોરચા જે રીતે કાઢવામાં આવી રહ્યા છે તેનાથી ગભરાયેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભાજપના પક્ષાધ્યક્ષ આભાર – નિહારીકા રવિયા અમિત શાહ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી. ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક બાદ નિર્માણ થયેલી પરિÂસ્થતિમાં મુખ્ય પ્રધાન તાકીદે દિલ્હી રવાના થયા હતા. સુપ્રિયા સુળેએ ફડણવીસ મુખ્ય પ્રધાનની જવાબદારી ઉઠાવવા સક્ષમ નથી એવી ટીકા કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ મુખ્ય પ્રધાનને દિલ્હીનું તેડું આવ્યું તેને યોગાનુયોગ માની શકાય નહીં, એમ રાજકીય નિરીક્ષકોનું માનવું છે. અમિત શાહની અત્યંત નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુખ્ય પ્રધાન જ્યારે દિલ્હીમાં હતા ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત દાદા પાટીલે અહીં કોઈપણ પ્રકારની જવાબદારી સ્વીકારવા તૈયાર હોવાનું નિવેદન કર્યું હતું. આમેય ચંદ્રકાંત દાદા પાટીલને અમિત શાહ સાથે નજીકના સંબંધો છે. નવી દિલ્હીમાં અશોક રોડ પરના આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ફડણવીસે છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની ખુરશી અંગે કરેલા નિવેદનો પ્રત્યે ભાજપના શ્રેષ્ઠીઓએ તેમની ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ત્યાંના મુખ્ય પ્રધાનને રજા આપનાર ભાજપ હવે મરાઠા મોરચાની ગંભીર નોંધ લઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન પાસેથી મોરચા અંગેની માહિતી મેળવીને તેમને સંયમ જાળવવાની સલાહ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાને એવું નિવેદન કર્યું હતું કે ‘મારી ખુરશી હલાવવા માટે આ મોરચાનું આયોજન કરવામાં આવી રÌšં છે.’ મરાઠા મોરચાને પગલે પોતાની ખુરશી છીનવાઈ જશે એવું નિવેદન ક્્યા આધારે તેમણે કર્યું તેનો જવાબ માગવામાં આવ્યો હતો અને Âસ્થતિને સંભાળી લેવાની સલાહ આપવામાં આવી હતી.

Source: Bhavnagar News