Main Menu

માર્કેટ વિભાગે અખાદ્ય શાકભાજીના જથ્થાનો નાશ કર્યો

સુરત, સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના નિયમન અને નિયંત્રણ હેઠળના મ્યુ. માર્કેટોમાં તા.૧૮-૧૧-૨૦૧૬ થી તા.૨૪-૧૧-૨૦૧૬ દરમ્યાન નોર્થઝોન, ઈસ્ટઝોન વરાછા, સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત, સાઉથ ઝોન ઉધના, વેસ્ટઝોન રાંદેર, સાઉથ વેસ્ટઝોન અઠવામાં આવેલ તમામ માર્કેટોથી સ્ટોલ ધારકો, ફેરિયાઅો, પાથરણાવાળાઅો પાસેથી ફ્રેશ વેલ્યુ ટિકિટ પેટે રૂ.૧,૪૫,૬૨૦ તથા વહીવટી
ખર્ચ પેટે રૂ.૬૫૮૦ની વસૂલાત કરવામાં આવેલ. તેમજ માર્કેટોમાં વેચાતી અખાદ્ય શાકભાજી ફળફળાદી ૮૨.૦૦ કિ.ગ્રા.નો જંતુનાશક દવા છાંટી નાશ કરેલ અને ૧૬.૬૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. તેજ રીતે કેટલ ન્યુસન્સ રીમુવલ સેલ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતાં ભટકતાં ટ્રાફિક અને લોકોની અવર જવરમાં અડચણરૂપ ઢોરો નંગ ૯૮ પકડી પાડી મ્યુનિસિપલ ઢોર ડબ્બાના પુરવામાં આવેલ પૈકી પશુપાલકો દ્વારા તેમની માલિકીના ઢોર પરત
મેળવવા બદલ દંડ અને નિભાવખર્ચ વહીવટી ખર્ચ પેટે કુલ રૂ.૧,૨૯,૨૫૦ની વસૂલાત કરવામાં આવેલ છે અને પશુપાલકો દ્વારા નિષ્કાળજી દાખવી તેમના ઢોરો જાહેર રસ્તા ઉપર રખડતા મુકવા બદલ ૧૫ પોલીસ કેસ દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરેલ છે.


Source: Surat News