Main Menu

મોદીને બતાવીશું સર્જીકલ સ્ટ્રાઈક્સ શું હોય ઃ હાફિઝ સઈદ

લાહોર,તા.૧
જમાત ઉદ દાવાના વડા અને ૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ભારતીય સેનાની સફળ સર્જિકલ સ્ટ્રાઈકને પગલે  ધમકીભર્યા ઉચ્ચારણો કર્યા છે. તેણે કÌšં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવીશું કે સર્જિકલ સ્ટ્રાઈક શું હોય છે. સઈદે જણાવ્યું હતું કે હું ભારતીય મીડિયાને બતાવવા માગુ છું કે પાકિસ્તાની જવાન કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઈક પાર પાડશે. અમેરિકા પણ તમને મદદ નહીં કરી શકે. ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી)ની પેલે પાર હાથ ધરેલી સફળ સર્જિકલ સ્ટાઈકના એક દિવસ બાદ સઈદે આ મુજબ જણાવ્યું છે. જડબાતોડ જવાબ આપવાની વાત  હવે પાકિસ્તાનની છે. નરેન્દ્ર મોદીને હવે સર્જિકલ સ્ટ્રાઈકની હવે સાચી ખબર પડશે. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકલ અસર પોકમાં હવે દેખાવા લાગી છે. ગુપ્તચર અહેવાલ મુજબ મુઝફ્ફરાબાદ પાસેના બાર જેટલા આતંકી શિબિરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પાકિસ્તાની સેનાએ ભરપૂર મદદ કરી છે.
ગુરુવારે ભારતીય સેનાએ પોકમાં આતંકવાદીઓના સાત લોંચ પેડનો ખાત્મો બોલાવી દીધો હતો. આતંકવાદીઓ તેમજ તેમના સામાનને કોઈ નુકસાન ન પહોંચાડે તેવા આશય સાથે જ  પાકિસ્તાની સેનાએ પોકમાંથી આતંકવાદી શિબિરોને ઉછાળા ભરવામાં મદદ કરી છે. આમછતાં હાફીઝ સઈદ પોકળ ધમકીઓ આપી રહ્યો છે.

Source: Bhavnagar News