Main Menu

સાગરના ૫૦૦ કરોડના કોલ સેન્ટર કૌભાંડની રચયિતા નિકિતા પટેલ

અમદાવાદ:મુંબઈના 500 કરોડથી વધુના કોલ સેન્ટર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ સાગર ઠક્કર વિશે રોજ નવા ખુલાસા થતા જાય છે.  રવિવારે થાણે ક્રાઈમબ્રાંચે સાગરને આ ધંધામાં લાવનારા તેના પૂર્વ બોસ  જગદીશ કાનાણીને (35 વર્ષ) ઝડપી પાડ્યો છે. આ પહેલાં સાગરના પૂર્વ સાથી નીકિતા પટેલ અને આકાશ પટેલ અમેરિકાના ન્યૂજર્સીથી ઝડપાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. કાનાણી અને નીકિતા બંનેએ જ સાગરને કોલ સેન્ટર મારફતે લોકોને ચિટિંગના દાવપેચ શીખવાડ્યા હતા
nikita
 નિકિતા પટેલ હાલ અમેરિકાની જેલની હવા લઈ રહી છે
ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું છે કે જગદીશ કાનાણી ભારતમાં બીપીઓ વર્લ્ડમાં મોટી નામના ધરાવે છે. જે અમેરિકો સાથે એડવાન્સ પેયચેક પર લોન આપવાના બહાને ચિટિંગ કરવામાં માસ્ટર છે. જાન્યુઆરીમાં કાનાણી અને સાગરની પહેલાંની સાથે નીકિતા પટેલ અમેરિકાના ન્યૂજર્સીમાંથી ઝડપાઈ ત્યાંરથી કાનાણી પોલીસની રડારમાં હતો. અમેરિકના 32 રાજ્યોના 70 લોકો સાથે ચિટિંગના કેસમાં સ્થાનિક પોલીસ 2013માં આકાશ પટેલ અને આ વર્ષે જાન્યુઆરીમાં જ નીકિતાની ધરપકડ કરી હતી. 2013માં જ્યારે યુએસ એજન્સીએ આકાશ પટેલ ઝડપાયો હતો. યુએસ ફેડરલ ટ્રેડ કમિશને આ અંગે ભારતીય સત્તાધીશોને આગાહ કર્યા હતા કે અમદાવાદ સ્થિત કોલ સેન્ટર અમેરિકનો પાસેથી ખોટી રીતે પૈસા પડાવ છે.


Source: vikas kadam