Main Menu

સ્વામીનારાયણ નગરમાં પ્રસ્થાપિત મંદિરમાં લાઈટ-સાઉન્ડ શો યોજાશે

સુરત, સ્વામિનારાયણ નગરમાં પ્રસ્તાપિત થનારા મંદિર પર પ્રતિદિન રાત્રે બે વખત લાઇટ એન્ડ સાન્ડ શોનું આયોજન કરવામાં આવેલ છે. ૩૦ મિનિટના આ કાર્યક્રમમાં મંદિરોથી થતા સમાજ જીવન અને વ્યક્તિગત જીવનના લાભો, અંતરની શાંતિ તથા ભક્તિ-ધાન જીવનની શીખ આપવા લાઇટ એન્ડ સાન્ડ, નૃત્યો અને સંવાદો દ્વારા પ્રભાવી પ્રસ્તુતી થશે. તો મંદિરની પાછળ જ વિશ્વ આખા માટે કરૂણા દાખવનારા વિશ્વ વિભૂતિ સંત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલી અર્પણ કરવા માટે
વિશેષ આયોજન કરવામાં આવેલું છે. તો આ સાથે પ્રતિદિન યોજાનાર સાંસ્કૃતિ કાર્યક્રમો અને ભક્તિ સભર કાર્યકમો માટે સભામંડપનું પણ નિર્માણ કરવામાં આવેલ છે.આ મહોત્સવ સ્થળે વિશ્વશાંતિ મહાયાગમાં હજારો ભક્તો જાડાશે અને વિશ્વ આખામાં શાંતિ સ્થપાય તે માટે વૈદિક ૠચાઅોના સથવારે પ્રાર્થના થશે. તો આ સાથે જ પારીવારિક એકતા યજ્ઞ, વ્યસનમુક્તિ યજ્ઞ અને રક્તદાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. ૧૧ દિવસીય આ મહોત્સવના શિરમોર કાર્યક્રમ અંતર્ગત ૭મી ડિસેમ્બરના રોજ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૬માં જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય જવણી કરવામાં આવનાર છે. બાપાના જન્મ દિવસની જવણી કરવા આ દિવસે નગર
સંલગ્ન સભા સ્થળે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી લાખો ભક્તો આ દિવ્ય સભામાં જાડાશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ૭૦૦ વીઘા જમીન પર તૈયાર થયેલા આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ નગર અને મહોત્સવ માટે સં-દાયના હજારો ભક્તોની સેવાભાવના નોધનીય છે. ૧૫ હજાર સ્વયંસેવકોની દિવસ રાતની અથાગ મહેનત અને ભક્તોની સમર્પણ ભાવનાને કારણે જ આ મહોત્સવ સાકારીત થયો છે.


Source: Surat News