Main Menu

હદ થઇ…. અમરેલીના ભવ્ય ભૂતકાળ ની આવી દુર્દશા….!!!!

અમરેલી : અમરેલી જીલ્લાની ઓળખ સમાન અને શહેરની શાન એવો રાજમહલ આજે જર્જરિત બની ચુક્યો છે.. એક સમયે સયાજીરાવ ગાયકવાડના સુબા વિઠલરાવ ના રજવાડી ઉતારા જ્યાં હતા.. તે રાજમહેલ આજે એટલી હદે જર્જરિત બન્યો છે કે “ આ બિલ્ડીંગ નજીક થી પસાર થવું નહિ “ તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે.. અમરેલીના ભવ્ય ગાયકવાડી ઇતિહાસના સાક્ષી એવા રાજમહેલ જાળવણી કરવાની માંગ ઉઠી છે…

rajmahel-1

વર્ષો પહેલા અમરેલી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં ગાયકવાડ સરકારનું રાજ હતું…અને તેમનું મુખ્ય થાણું અમરેલી શહેર હતું… એ સમયે સમગ્ર અમરેલી પંથકનો વહીવટ સયાજીરાવ ગાયકવાડના સુબા વિઠલરાવ સંભાળતા હતા.. અને આ રાજમહેલમાં માં તેમના શાહી ઉતારા રહેતા હતા .. કાળક્રમે રજવાડાઓ જતા રહ્યા પરંતુ તેનો ભવ્ય ભૂતકાળ વાગોળતો આ રાજમહેલ અડીખમ ઉભો રહ્યો…ગુજરાત રાજ્ય બન્યા બાદ રાજમહેલ બિલ્ડીંગમાં અમરેલી જીલ્લાનું વહીવટી તંત્ર બેસતું અને લોકોની સુખાકારીના કામો થતા હતા…એક સમયે આ રાજમહેલમાં દરરોજ હજારો લોકોની અવર જવર એ સામાન્ય બાબત હતી…પરંતુ આજે સ્થતિ બદલાય ચુકી છે..જીલ્લાના વહીવટી વિભાગની ઓફીસો હવે નવીનતમ બિલ્ડીંગોમાં બેસતી થઇ … અને રાજમહેલની માઠી દશા બેઠી છે .. આજે આ બિલ્ડીંગ નજીકથી પસાર થવું એ પણ જોખમી છે તેવા બોર્ડ અહી લગાવી દેવામાં આવ્યા છે..

rajmahel-2અમરેલી જીલ્લામાં ગાયકવાડી રાજનું સંભારણું બની રહેલ એકમાત્ર જાજરમાન રાજમહેલમાં વર્ષો સુધી કલેકટર કચેરી , જીલ્લા પોલીસવડા ની કચેરી , પુરવઠા વિભાગ તેમજ કોર્ટ સહીતની અનેક કચેરીઓ ધમધમતી હતી.. પરંતુ આજે હવે એકમાત્ર જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગની કચેરી અહી કાર્યરત છે… જોકે રાજમહેલ હવે એટલી હદે જર્જરિત થઇ ચુક્યો છે..કે જીલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમરેલી નો આ રાજમહેલ આમ તો વડોદરા ગાયકવાડની સંપતિ છે.. પરંતુ વર્ષો સુધી તેનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ કચેરીઓ માટે કરવામાં આવ્યો.. ત્યારબાદ કેટલીક કાનૂની પ્રક્રિયાઓ થઇ અને અંતે નામદાર સુપ્રીમકોર્ટ દ્વારા આ રાજમહેલ વડોદરા ગાયકવાડના વંશજોને સોપવામાં આવે તેચો આદેશ કરવામાં આવ્યો .. પરંતુ ઉદારદિલ ના ગાયકવાડ ના વંશજો એ આ રાજમહેલનો કબજો સંભાળ્યો નહિ અને રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો અને આ જાજરમાન રાજમહેલને લોકો માટે જોવા લાકાય સ્થળ બનાવવા માં આવે તેવી ભલામણ પણ કરી હતી.. પરંતુ આજે આ રાજમહેલ અતિશય જર્જરિત હાલતમાં છે જેને ફરી એકવાર જોવા લાયક બનાવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે…અમરેલી જીલ્લામાં આવેલી મોટાભાગની ગાયકવાડી ઈમારતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે અને ત્યાં નવા મકાનો ઉભા કરી દેવાયા છે.. ત્યારે હવે અમરેલી જીલ્લાની શાન સમાન રાજમહેલ એટલે અમરેલી જીલ્લાના ગાયકવાડી રાજનો ભવ્ય ભૂતકાળ છે.. આ વિરાસતની રાજ્ય સરકાર દ્વારા યોગ્ય જાળવણી થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે…


Source: vikas kadam