Main Menu

હીરાબાગ પીપી સવાણી સ્કૂલમાં શિક્ષકે માસુમ વિદ્યાર્થીની સાથે અડપલા કરતા હોબાળો

સુરત, હીરાબાગ ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીનીના શરીરે શારીરિક અડપલા કરતા શનિવારે સવારે વિદ્યાર્થીઅો અને વાલીઅોએ પી.પી. સવાણી સ્કૂલમાં ભારે હંગામો મચાવ્યો હતો. જાકે, મામલો વધુ બિચકે તે પહેલા પીસીઆર વાન પહોચી જઈ અડપલાખોર શિક્ષકને વાનમાં બેસાડી કાપોદ્રા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા હીરાબાગ ખાતે આવેલી પી.પી. સવાણી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ૫૦ વર્ષની આશરા શિક્ષક મુકેશ એમ ઉપાધ્યાય શિક્ષક તરીકે નોકરી કરે છે.તેઅો ત્રીજા ધોરણમાં ગુજરાતી વિષયનો પીરીયડ લે છે. આજથી ત્રણ-ચાર દિવસ પહેલા આ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની માસુમ વિદ્યાર્થીનીના શરીરે હાથ ફેરવી શારીરિક અડપલા આ સ્કૂલના શિક્ષક મુકેશ ઉપાધ્યાય
દ્વારા કરવામાં આવતી હતી. જેની જાણ પુત્રીએ પોતાના માતા પિતાને કરતા તેઅો ચોîકી ઉઠ્યા હતા અને શનિવારે સવારે ૧૧ થી ૧૨ના સુમારે મોટી સંખ્યામાં વાલીઅો અને વિદ્યાર્થીઅો પી.પી. સવાણી સ્કૂલમાં પહોચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જાકે સ્કૂલમાં આચાર્ય સંજયભાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ૧૦૦ નંબર પર ફોન કરતા પોલીસ કન્ટ્રોલ રૂમે તાત્કાલિક પીસીઆર વાનને પી.પી. સવાણી સ્કૂલમાં મોકલી આપી હતી. જ્યાં પોલીસે વાલીઅો અને વિદ્યાર્થીઅોને શાંત પાડી શિક્ષક
મુકેશ ઉપાધ્યાયને વાનમાં બેસાડી કાપોદ્રા પોલીસ મથકમાં લઈ ગઈ હતી. કાપોદ્રા પોલીસે માસુમ વિદ્યાર્થીનીની હકીકતોને ધ્યાનમાં રાખી ફરિયાદ નોધવાના ચક્રોગતિમાન કર્યા હતા.


Source: Surat News