Main Menu

November, 2016

 

આંબરડીમાં ઓપરેશન મોદી માઈન્‍ડ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા, તા. ર8 દેશભરમાં નોટબંધીની વ્‍યાપક અસર થઈ છે ત્‍યારે ખેડૂતોમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રત્‍યે રોષ વધુ પડતો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોવા મળી રહૃાો છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ખેડૂતોએ નોટબંધીના વિરોધ અંગે નવતર પ્રયોગ આદરીને ખેડૂતોની વ્‍યથાઓ વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો અને નાટક રૂપીઓપરેશન મોદીના મગજનું ઓપરેશન કરીને કેન્‍દ્રની મોદી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્‍યો હતો. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ખેડૂતોએ નોટબંધીને લઈને પારાવાર પરેશાનીથી કંટાળીને આખું ગામ એક જગ્‍યાએ એકત્રીત થઈને ખેડૂત આગેવાન દિપકભાઈ માલાણીની આગેવાનીમાં નાટકરૂપી કાર્યક્રમ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્‍યું ઓપરેશન મોદી માઈન્‍ડ. આંબરડીનાRead More


અમરેલી પંથકમાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા.ર8 અમરેલી તાલુકાના તરવડા ગામ તરફથી એક ઈસમ મોટર સાયકલ ઉપર ઈંગ્‍લીશ દારૂ લઈને અમરેલી તરફ આવે છે તેવી હકીકત મળતાં તરવડાથી અમરેલી રોડ ઉપર ગાવડા ચોકડીએ વોચ ગોઠવતાં તરવડા ગામના જયરાજ કાળુભાઈ વાળા, સીડી ડીલકસ મો.સા. નં. જી.જે.14.કે.6663 ઉપર ઈંગ્‍લીશ દારૂ નીબોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ લઈ નીકળતાં તેને પકડી પાડેલ. અને ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ કિંમત રૂા.1300 તથા મોટર સાયકલની કિંમત રૂા.ર0,000 ગણી કુલ કિંમત રૂા.ર1,300 નો મુદ્યામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. તેમજ અમરેલી સાવરકુંડલાRead More


સાવરકુંડલામાં સિંહબાળનું તેના પરિવાર સાથે મિલન કરાવતો વનવિભાગ

સાવરકુંડલા, તા.ર8 સાવરકુંડલા રેન્‍જના આર.એફ.ઓ., મોર સહિતનો સ્‍ટાફ ગત તા.ર3 ના રોજ પેટ્રોલીંગમાં નીકળતા થોરડી ગામ નજીક એક સિંહ બાળ એકલુ ભટકતું હોય તુરંત તેને કબ્‍જે કરી મીતીયાળા બંગલે લાવવામાં આવેલ ત્‍યારબાદ તેના પરિવારને શોધવાની કવાયત હાથ ધરતા સિંહ બાળનો પરિવાર નેસડી નજીક લોકેટ થતા તેને પરિવાર સાથે મિલન કરાવેલ. Source: Amreli News


અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં નોટ બંધીનાં નિર્ણયને ઉત્‍સાહભેર આવકારવામાં આવ્‍યો

અમરેલી, તા.ર8 તાજેતરમાં આતંકવાદ, નકલી ચલણી નોટ અને કાળાબજારી અને બ્‍લેક મનીને નાથવા માટે ભારત સરકાર દ્વારા રૂા. પ00 તથા રૂા. 1 હજારની નોટબંધીનાં નિર્ણયને આવકારવા માટે ભારતીય જન પરિષદનાં નેજા નીચે એક કાર્યક્રમનું આયોજન પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીનાંઅઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી દ્વારા નરેન્‍દ્ર મોદીએ રૂા. પ00, રૂા. 1000 નોટબંધીનાં નિર્ણયના વખાણ કર્યા હતા. આ નોટબંધીનાં કારણે ગરીબોનો ઉઘ્‍ધાર અને આંતકવાદને નાથવામાં ખૂબ જ મોટી સફળતા મળશે તેમ જણાવ્‍યું હતું. આપણા દેશમાં કેટલાંક પડોશી દેશો નકલી ચલણી નાણું ઘુસાડી અને આપણા અર્થતંત્રને વેરવિખેર કરવાના સપનાRead More


અમરેલી જિલ્‍લાની ગામ પંચાયતોની ચૂંટણી ર7 ડિસે.નાં રોજ યોજાશે

રાજય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો અમરેલી, તા. ર8 અમરેલી જિલ્‍લાની અંદાજિત 49ર ગામ પંચાયતોનાં સદસ્‍યો અને સરપંચની ચૂંટણી આગામી ર7 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે તેમ રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે. આગામી પ ડિસેમ્‍બરથી 10 ડિસેમ્‍બર સુધી ઉમેદવારી પત્રક રજુ કરી શકાશે. 1ર ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી અને 14 ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. મતદાન ર7 ડિસેમ્‍બર અને મતગણતરી ર9 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે. અને જિલ્‍લામાં આજથી જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જિલ્‍લાનાં ધારી, ખાંભા, લીલીયા, કુંકાવાવ, વડીયા, ચિતલ, ડુંગર,Read More


બગસરા : જેતપુર બાયપાસ માર્ગ પર લકઝરી બસ, ટ્રેકટર અને બાઈકનો ત્રિપલ અકસ્‍માત

બગસરા, તા. ર8 બગસરા, જેતપુર બાયપાસ રોડ પર આજે સાંજના એક લકઝરી બસે બાઈક તેમજ ટ્રેકટરને અડફેટે લેતા બે વ્‍યકિતને ગંભીર ઈજા પણ થતા પ્રાથમિક સારવાર માટે બગસરા ખસેડવામાં આવેલ. વિગત અનુસાર સાંજના પાંચ કલાક આસપાસ વિસાવદરથી અમરેલી તરફ પુરપાટ ઝડપે લકઝરી બસ આવી રહી હતી. ત્‍યારે સામેથી આવી રહેલા બાઈક ચાલકને બચાવવા જતા ડ્રાયવરે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ રોડની સાઈડમાં ખેતરમાં ઉભેલા ટ્રેકટર પર ફંગોળાઈ હતી. જેના લીધે ટ્રેકટરનો બુકડો બોલી ગયો હતો. જયારે બાઈક ચાલક પણ હેબતાઈ જતા સ્‍લીપ થઈ જવાથી ચાલકના માંથામાં ગંભીર ઈજા થઈRead More


વલારડી ગામે કડીયા કામનાં સામાનની ઉઘરાણી કરતા યુવકને માર મરાયો

અમરેલી, તા.ર8 બાબરા તાલુકાના વલારડી ગામેરહેતા અને મજુરી કામ કરતાં વિશાલભાઈ ડાયાભાઈ પરમાર અને રમેશભાઈ ખોડાભાઈ પરમાર અગાઉ સાથે જ કડીયા કામ કરતા હોય, ત્‍યારે કડીયા કામનો સામાન વિશાલભાઈ પાસે હોય જેથી તે સામાનની ઉઘરાણી કરવા આરોપી રમેશ આવતા તેને ઘરે આવવાની ના પડતા રમેશ ઉશ્‍કેરાઈ જઈ અને લાકડી વડે મુંઢમાર મારી ગાળો આપ્‍યાની ફરીયાદ બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. Source: Amreli News


સાવરકુંડલામાંથી પોલીસે વિદેશી દારૂની પ બોટલ સાથે એક ઝડપાયો

અમરેલી, તા.ર8 સાવરકુંડલા ગામે આવેલ કાપડીયા સોસાયટી વિસ્‍તારમાં રહેતા ઈમરાન ભીખુભાઈ ભટ્ટી નામનો શખ્‍સ ગઈકાલે મોડી સાંજના સમયે મહેશ ટોકીઝ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ – પ કિંમત રૂા.ર હજારની લઈ નિકળતા પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Source: Amreli News


આલેલે : જે રૂટ પર એસ.ટી. બસ બંધ હોય તેનું પણ ઓનલાઈન બુકીંગ થાય છે

સાવરકુંડલા, તા. ર8 ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ ર્ેારા ઓન લાઈન બુકીંગ સેવા ચાલુ છે. જેનો ખુબજ પ્રચાર સરકાર ત્‍થા એસ.ટી. તરફથી કરવામાં આવી રભે છે. તેની સામે આ સેવામાં કોઈ જ અપડેટ કરવામાં આવતુ નથી. જેથી છાશવારે ગ્રાહકો હેરાન થતાં જોવા મળી રભ છે. જેની ફરીયાદો સતત મળી રહે છે. આજનાં કોમ્‍પ્‍યુટર યુગમાં પેસેન્‍જરપોતાનાં નેટ બેન્‍કીંગથી ઘરે બેઠા બુકીંગ કરાવી લઈને જયારે તે સમયે બસ સ્‍ટોપ પર જાય, ત્‍યારે ડેપો પરથી જાણવા મળે કે, આ બસ તો છ મહીનાથી બંધ થયેલ છે. જેની લેખીત ફરીયાદ અમારી પાસે પડેલી છે. તેમજ તાજેતરમાંRead More


નાળ ગામે કળયુગી શ્રવણે પિતા ઉપર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો

અમરેલી, તા.ર8 સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતા મનુભાઈ પીઠાભાઈ બગડા નામનાં પપ વર્ષિય આધેડે પોતાના પુત્ર ધના મનુભાઈ બગડાને મોટર સાયકલ ચલાવવાની ના પાડતા પુત્ર ધનાએ ગઈકાલે બપોરેનાળ ગામે ઉશ્‍કેરાઈ જઈ પોતાના પિતા મનુભાઈ ઉપર લોખંડના પાઈપ માથામાં મારી ઈજા કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બનાવ અંગે વંડા પોલીસમાં ફરીયાદ થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Source: Amreli News