Main Menu

March, 2017

 

દામનગરમાં આજે ભામાશા ગોપાલભાઈનું ભવ્‍ય સન્‍માન

અમરેલી, તા. રપ દામનગરની પાવનભૂમિ પર આવતીકાલ રવિવારે સાંજનાં 8 કલાકે બાબરાનાં ચમારડીનાં પનોતા પુત્ર, સમાજ હિતમાં સતત પ્રવૃત્તિશીલ રહેનાર અને ગરીબોનાં બેલી ગણાતાગોપાલભાઈ વસ્‍તરપરાનું વિવિધ સામાજિક સંસ્‍થાઓ અને સંગઠનો ઘ્‍વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવી રહૃાું હોય સમગ્ર પંથકમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. બાબરા પંથકનાં પનોતા પુત્ર, લાઠી પંથકનાં ભાણેજ અને દામનગરનાં જમાઈ ગણાતાં ગોપાલભાઈ વસ્‍તરપરાએ તાજેતરમાં સર્વ સમાજની ર01 દિકરીઓનો સમુહ લગ્નોત્‍સવ કરીને ઐતિહાસિક કાર્ય પાર પાડયું છે. અને આજ સુધીમાં 400 દિકરીઓનું કરીયાવર કરી ચુકયા હોય અને આગામી દિવસોમાં પણ વધુ 600 દિકરીઓને કરિયાવર આપવાનું નકકીRead More


અમરેલીમાં આવતીકાલે કોંગી કાર્યકરોનો મેળો જામશે

અમરેલી, તા. રપ અમરેલીમાં સોમવારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થવાની હોય સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં કોંગી કાર્યકરો, આગેવાનો અને દાવેદારો ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે. દરમિયાનમાં જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબારે જણાવેલ છે કે સોમવારે બપોરે 1:30 કલાક બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુકત થયેલ પાંચ નિરીક્ષકો તેમને સોંપવામાં આવેલ વિધાનસભા બેઠકનાં તાલુકા-જિલ્‍લા અને પાલિકાનાં ચૂંટાયેલ સદસ્‍યો, તાલુકાના પ્રમુખ સહિતનાં અપેક્ષિત આગેવાનને વ્‍યકિતગત સાંભળશે. વધુમાં જણાવેલ છે કે જિલ્‍લા ભરમાંથી ઉપસ્‍થિત કાર્યકરોએ વ્‍યકિતગત નારેબાજી કરવાને બદલે માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષતરફી જRead More


વિધાનસભાનાં કોંગી દાવેદારોની મહેનત પર પાણીઢોળ

અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા મુરતીયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલીનાં સરકીટ હાઉસમાં સોમવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિમણુંક કરેલ પાંચ નિરીક્ષક સ્‍થાનિક કોંગી કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરવાનાં છે. દરમિયાનમાં આજથી ત્રણ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા જે કોઈ આગેવાનને વિધાનસભા ચૂંટણી માટે દાવેદારી કરવી હોય તેઓને તેમના વિધાનસભા વિસ્‍તારનાં બુથ દીઠ 10 કાર્યકરોનાં નામ અને મોબાઈલ નંબરની યાદી આપવા કહેવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત જિલ્‍લાની પાંચ બેઠકો માટે અંદાજિત પ0 આગેવાનોએ યાદી તૈયાર કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિRead More


અમરેલીનાં સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાંથી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર ઝડપાયા

અમરેલી, તા.રપ અમરેલીનાં સ્‍ટેશન રોડ ઉપર આવેલ સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાં અમરેલી તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. રાજીવકુમાર સિંહા તથા ડો. જી.જે. ગજેરા વિગેરેએ સંયુકત રીતે તપાસ હાથ ધરતાં આ કોમ્‍પ્‍લેક્ષમાં ડો. પી.એમ. સાહેબ બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં જોવા મળતાં તેમની પાસે સર્ટિફીકેટ બતાવવા માંગણી કરતાં આ બોગસ ડોકટરે તે રજૂ નહીં કરતાં બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં માલૂમ પડતાં તેમની સામે તાલુકા હેલ્‍થ ઓફિસરે સીટી પોલીસમાં મેડિકલ પ્રેકટીસ એકટ કલમ 30 તથા 3પ મુજબ ફરિયાદ નોંધાવી છે. Source: Amreli News


અમરેલીનાં એક ગેસ્‍ટ હાઉસમાં સગીરા પર બળાત્‍કાર થયાની પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ

અમરેલી, તા. રપ અમરેલીનાં ચિતલ રોડ ઉપર રહેતાં એક પરિવારની સગીર વયની દિકરી ગઈકાલે પોતાના ઘરે હતી ત્‍યારે લાઠી તાલુકાનાં કેરીયા ગામે રહેતો જયદિપ ભુપતભાઈ ડેર નામના શખ્‍સે મોટર સાયકલ લઈ આવી અને આ સગીરાને પોતાના મોટર સાયકલ ઉપર લઈ જઈ અને અમરેલી એસ.ટી. ડેપો સામે આવેલ એક ગેસ્‍ટ હાઉસમાં તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ બળાત્‍કાર ગુજારેલહતો. અને આ અંગે જો કોઈને વાત કરીશ તો તારા કુટુંબને ખલાસ કરી નાખીશ તેવી ધમકી પણ આપેલ. આ અગાઉ બે વર્ષ પહેલાં આજ સગીરા પર જયદીપ આહીરે બળાત્‍કાર ગુજારે હતો અને સગીરાને બે માસનો ગર્ભRead More


ત્રંબોડામાં થયેલ ગેસ બ્‍લાસ્‍ટમાં વધુ ર વ્‍યકિતનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્‍યુઆંક પ થયો

અમરેલી, તા. રપ બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે થોડા દિવસ પહેલા ગેસ સિલિન્‍ડર લીકેજ થવાના કારણે ગેસ સીલીન્‍ડર ફાટી જતાં અને આગ લાગી જતાં આ બનાવમાં કુલ 9 જેટલા લોકો ગંભીર રીતે દાજી જતાં તમામને પ્રથમ બાબરા, અમરેલી, રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેમાં આજે અમદાવાદ ખાતે સારવાર દરમીયાન સગા બાપ-દિકરા અરજણભાઈ ખીમાણભાઈ જાદવ (ઉ.વ.4પ) તથા નરેશભાઈ અરજણભાઈ જાદવ (ઉ.વ.ર0)નું મોત નિપજતાં આ ખોબા જેવડા ગામમાં ભારે અરેરાટી ફેલાય જવા પામી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે આ બનાવમાં અગાઉ પણ બે મહિલા સહિત કુલ 3નાંRead More


અમરેલીજિલ્‍લામાં અનેક અમીર પરિવારો પાસે બીપીએલ કાર્ડ

અમરેલી, તા. રપ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમાં વૃઘ્‍ધો, ગરીબો, વિકલાંગો અને વિધવા મહીલાઓના પ્રશ્‍નોને વાચા આપી સરકાર સુધી તેઓની માંગણી પહોંચાડેલ છે. સાંસદે લોકસભા ગૃહમાં કેન્‍દ્ર સરકાર ર્ેારા વૃઘ્‍ધો, વિકલાંગો અને વિધવા મહીલાઓને સુપેરે પેન્‍શનની સુવિધા મળી રહે તે માટે પ્રયત્‍નો કરવામાં આવી રહૃાા છે. પરંતુ આવા લોકોએ પેન્‍શન યોજનાનો લાભ લેવા માટે તેઓની પાસે બી.પી.એલ. કાર્ડ હોવું જરૂરી છે જો તેઓની પાસે બી.પી.એલ. કાર્ડ ન હોય તો તેઓને આ પેન્‍શન યોજનાથી વંચિત રહેવુ પડે છે. સાંસદે રજૂઆત કરતા વધુમાં જણાવેલ હતુ કે, હાલ આવા વર્ગોના બી.પી.એલ. કાર્ડRead More


અમરેલીનાં ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું

ગુજકો માસોલ અમદાવાદ તથા રામા ફોસ્‍ફરસ લી. ઉદયપુર ઉત્‍પાદિત ગીરનાર બ્રાન્‍ડ સુપર ફોસ્‍ફરસ દ્વારા અમરેલીના ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દિપક માલાણી, શરદ લાખાણી, એસ.એમ. પેથાણી, મોહનભાઈ નાકરાણી, રવજીભાઈ પાનસુરીયા, મનુભાઈ પટેલ, પ્રેમજીભાઈ સેંજલીયા, બાબુભાઈ ધામત, હિંમતભાઈ પાનસેરીયા, હરિભાઈ ગજેરા વિગેરે ઉપસ્‍થિત રહયા હતાં. Source: Amreli News


અમરેલી જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બન્‍યા

અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાનું આરોગ્‍ય વિભાગ જ માંદગીનાં બિછાને પડયું હોય જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બનીને ખુલ્‍લેઆમ જનઆરોગ્‍ય કેન્‍દ્ર સાથે ચેડા કરી રહૃાા હોય રાજયનાં આરોગ્‍યમંત્રીએ ઉચ્‍ચકક્ષાની ટીમ તપાસાર્થે મોકલવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે. બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્‍તારમાં એક નહી બલ્‍કે બબ્‍બે ઉઘાડપગા તબીબો કે જેઓ માત્ર ધો. 10 કે ધો. 1ર સુધી ભણેલા છે તેવો ઘણા મહિનાઓથી જનઆરોગ્‍ય સાથે ચેડા કરી રહૃાા હોય આ અંગેની ફરિયાદ તાલુકા આરોગ્‍ય અધિકારીને નામજોગ કરવામાં આવી રહી છે. છતાં પણ આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોયમાટે આશ્ચર્યRead More


અમરેલીની રીંકલ સેજાણી નામની યુવતિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી

અમરેલી, તા. રપ અમરેલીના ચક્કરગઢ રોડ નજીક આવેલ પ્રજ્ઞા સ્‍કૂલ સામે રેલ્‍વે લાઈન ઉપર આજે સવારે લગભગ 9 વાગ્‍યાના સમયે ખીજડીયાથી વેરાવળ જતી ટ્રેન નિચે અમરેલીનાં રોકડીયાપરામાં રહેતી રીંકલબેન મનસુખભાઈ સેજાણી નામની 18 વર્ષિય યુવતીએ પડતું મુકી દેતાં તેણીનું ગંભીર ઈજાથી મોત થયું હતું. મૃતક યુવતી સવારે પોતાના ઘરે ગામમાં કટલેરી લેવા જઉ છું તેમ કહી નીકળી હતી પણ કોઈ કારણસર તેણીનું ટ્રેન નીચે આવી જતાં મોત નિપજયું હતું. Source: Amreli News